India

પહલગામ આતંકી હુમલા મુદ્દે શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીનું નિવેદન; કશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરો  

પહલગામ આતંકી હુમલા મુદ્દે શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીનું નિવેદન

તા. 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલા મુદ્દે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ કહ્યું હતું કે, ‘આતંકવાદીઓએ ધર્મનો આશરો લઈને જ એક વિશેષ ધર્મના લોકોને લક્ષ્યમાં રાખીને તેમની હત્યા કરી છે. આતંકવાદને ધર્મની સાથે જોડવામાં આવે છે. આતંકવાદીઓનું તો એક જ કર્તવ્ય છે કે હત્યા કરો. ત્રેતા યુગમાં રાવણનો આ ધર્મ હતો, દ્વાપરમાં કંસનો આ ધર્મ હતો. જ્યારે કલયુગમાં આતંકવાદીઓ રાવણ અને કંસના રૂપમાં આપણી રાષ્ટ્રીયતાને નુકસાની પહોંચાડી રહ્યા છે. એકજૂથ થવાની આવશ્યક્તા છે. ‘તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘આપણા દેશની ત્રણેય સેના એટલી શસક્ત છે કે, યુદ્ધ કરવાની કોઈની હિંમત નથી. આવા પ્રકારના આતંકી હુમલામાં આપણી એકતા જ તેનો ઉત્તર છે. આમ તમામ હિન્દુએ રાજનીતિથી ઉપર ઊઠીને એક થવું જોઈએ. આપણને સ્વતંત્રતાનો અધિકારી છે, ત્યારે ધર્મ પાલનની પણ સ્વતંત્રતા પણ હોવી જોઈએ. જ્યારે મુસ્લિમોએ હાલ આતંકવાદ વિરૂદ્ધમાં બોલીને પોતાની ભારતીયતા સિદ્ધ કરવી જોઈએ. કશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરો…’ 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button