Gujarat

ગુજરાત સરકાર ના તમામ વિભાગોના કર્મચારીઓની રજાઓ રદ

ગુજરાત સરકારે કર્મચારીઓની રજાઓ રદ કરી

રાજ્યમાં આંતરરાષ્ટ્રીય સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે આજે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના તમામ સરકારી વિભાગો અને કચેરીઓના અધિકારીઓ તથા કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. આ નિર્ણય આગામી સૂચના ન આવે ત્યાં સુધી અમલમાં રહેશે.

રાજ્ય સરકારે આ નિર્ણય સુરક્ષા અને તાત્કાલિક વહીવટી કામગીરીને સક્રિય અને અસરકારક રાખવા માટે લીધો છે. મુખ્યમંત્રીના અધિકારક્ષેત્રમાંથી બહાર પાડવામાં આવેલ આ નિર્ણય અનુસાર કોઈપણ વિભાગના કર્મચારીઓ કે અધિકારીઓ રજા પર જઈ શકશે નહીં. જો કોઈ અધિકારી હાલ રજા પર હોય, તો તેમને તાત્કાલિક ફરજ પર હાજર થવા માટે જણાવવામાં આવ્યું છે.

મહત્વપૂર્ણ વાત એ છે કે આ નિર્ણય સિવિલ એડમિનિસ્ટ્રેશન, પોલીસ, આરોગ્ય વિભાગ, અને અન્ય તાત્કાલિક સેવામાં કાર્યરત તમામ વિભાગોને આવરી લે છે. આવનારા સમયમાં સ્થિતિનું મૂલ્યાંકન કરીને આગળના પગલાં નક્કી કરાશે.

આ પણ વાંચો: “ગૌ વિશ્વ વિદ્યાપીઠમ”નો ગાંધીનગર ખાતે શુભારંભ

આ પણ વાંચો: ભુજ નગરપાલિકાનો મોટો નિર્ણય: હવે પાણી નો બગાડ કરશો તો કનેક્શન કટ થઈ જશે

આ પણ વાંચો: વડાલી મદારી વસાહત ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી વિરેન્દ્રકુમારની ઉપસ્થિતિમાં વિમુક્ત, વિચરતા અને અર્ધ વિચરતા સમુદાયો સાથે “ચૌપાલ સભા”નું આયોજન

આ પણ વાંચો: એક જ રાત્રિમાં અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button