અત્યાર સુધીમાં 273.33 લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટનો વૈજ્ઞાનિક નિકાલ
ગાંધીનગર | 3 જાન્યુઆરી 2026
ગુજરાત રાજ્ય ‘લેગસી વેસ્ટ મુક્ત ગુજરાત’ના સંકલ્પ સાથે શહેરી સ્વચ્છતા અને ટકાઉ વિકાસની દિશામાં સતત આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકારે માર્ચ 2026 સુધીમાં શહેરોમાં 100 ટકા લેગસી વેસ્ટ નિકાલનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે, જેમાં અત્યાર સુધી નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે.
માર્ચ 2026 સુધી 100% લેગસી વેસ્ટ નિકાલનું લક્ષ્ય
ગુજરાતના શહેરી વિસ્તારોમાં કુલ 304.09 લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટની ઓળખ કરવામાં આવી છે. તેમાંથી અત્યાર સુધીમાં 273.33 લાખ મેટ્રિક ટન વર્ષો જૂના કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવામાં આવ્યો છે. મોટા રાજ્યોમાં વર્ષો જૂના કચરાના નિકાલમાં ગુજરાત અગ્રેસર બની રહ્યું છે.
આયોજનબદ્ધ શહેરી વિકાસની મજબૂત પાયારેખા
વડાપ્રધાન **નરેન્દ્ર મોદી**એ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં આયોજનબદ્ધ શહેરીકરણ, મજબૂત નગરપાલિકા વ્યવસ્થા અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મજબૂત પાયા નાખ્યા હતા.
આજે મુખ્યમંત્રી **ભૂપેન્દ્ર પટેલ**ના નેતૃત્વમાં ગુજરાત સરકાર “શહેરીકરણ સમસ્યા નહીં, અવસર છે”ના મંત્ર સાથે શહેરોને ગ્રીન, ક્લીન અને રહેવા યોગ્ય બનાવવા માટે સતત કાર્ય કરી રહી છે.
લેગસી વેસ્ટ મેનેજમેન્ટ: શહેરી વિકાસનું મહત્વપૂર્ણ માપદંડ
શહેરી વિકાસ વિભાગ દ્વારા સ્વચ્છતા, ટકાઉ માળખાગત સુવિધાઓ અને નાગરિકોની Ease of Living વધારવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
લેગસી વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા:
- પ્રદૂષણમાં ઘટાડો
- જાહેર આરોગ્ય સુરક્ષા
- શહેરી જમીનનો પુનઃઉપયોગ
- ગ્રીન સ્પેસમાં વધારો
જેવા મહત્વપૂર્ણ લાભો પ્રાપ્ત થયા છે.
902 એકર જમીન પુનઃપ્રાપ્ત, મિથેન ઉત્સર્જનમાં ઘટાડો
લેગસી વેસ્ટના નિકાલથી રાજ્યભરમાં અંદાજિત 902 એકર જેટલો વિસ્તાર પુનઃપ્રાપ્ત થયો છે.
- અમદાવાદની બોપલ–ઘુમા ડમ્પ સાઇટ
- રાજકોટની નાકરાવાડી ડમ્પ સાઇટ
નો નિકાલ કરીને ત્યાં મિયાવાકી ફોરેસ્ટ વિકસાવવામાં આવી છે.
ડમ્પસાઇટ્સના વૈજ્ઞાનિક નિકાલથી મિથેન ગેસના ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને કચરો સળગવાની ઘટનાઓ પર પણ અસરકારક નિયંત્રણ આવ્યું છે.
‘નિર્મળ ગુજરાત 2.0’ હેઠળ ₹75 કરોડની ફાળવણી
ગુજરાત સરકારે નિર્મળ ગુજરાત 2.0 યોજના અંતર્ગત શહેરી સ્થાનિક સંસ્થાઓ (ULBs) માટે લેગસી વેસ્ટના વૈજ્ઞાનિક નિકાલ માટે ₹75 કરોડનું વિશેષ ફંડ ફાળવ્યું છે.
આ યોજના સ્વચ્છ ભારત મિશન (શહેરી) 2.0 સાથે સુસંગત છે અને “કચરા મુક્ત શહેરો”ના લક્ષ્યને સાકાર કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.
સ્વચ્છતા અને ટકાઉ વિકાસ તરફ ગુજરાતની આગેકૂચ
લેગસી વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ગુજરાત પર્યાવરણ સુરક્ષા, જાહેર આરોગ્ય અને શહેરી વિકાસને નવી દિશા આપી રહ્યું છે.
શહેરોને વધુ સ્વચ્છ, સ્વસ્થ અને ટકાઉ બનાવવાના પ્રયાસોમાં ગુજરાત અન્ય રાજ્યો માટે મોડલ સ્ટેટ બની રહ્યું છે.
આ પણ વાંચો : ઓનલાઈન ગેમ્સ અને સાયબર ક્રાઇમ : બાળકો માટે વધતો ખતરો
આ પણ વાંચો : Reels પર ટ્રેન્ડિંગ બન્યું યશ દેસાઈનું “બર્ફ” ગીત, Instagram પર વાયરલ ઓડિયો



