Bhoot Bangla Day 1 Collection: બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર ફરી એકવાર પોતાની મનપસંદ શૈલી ‘હોરર-કોમેડી’ સાથે રૂપેરી પડદે પરત ફર્યા છે. વર્ષો પછી દિગ્દર્શક પ્રિયદર્શન સાથેની તેમની જોડીએ ચાહકોમાં ઉત્તેજના જગાવી છે. ચાલો જાણીએ, ‘ભૂત બાંગ્લા’ એ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર કેટલો કમાલ કર્યો.

પ્રીવ્યૂથી શુક્રવાર સુધી: કલેક્શનમાં ૨૫૦% નો તોતિંગ ઉછાળો!
‘ભૂત બાંગ્લા’ એ અઠવાડિયાની શરૂઆતમાં પ્રીવ્યૂ રિલીઝ દ્વારા ધીમી પણ મક્કમ શરૂઆત કરી હતી. ૧૬ એપ્રિલના રોજ પ્રીવ્યૂમાં ફિલ્મે ૩.૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જોકે, શુક્રવારે ઓફિશિયલ રિલીઝ સાથે જ ફિલ્મે રફ્તાર પકડી અને ૧૨.૧૫ કરોડ રૂપિયાનું કલેક્શન નોંધાવ્યું. આ આંકડો પ્રીવ્યૂની સરખામણીએ ૨૫૦% નો જંગી ઉછાળો દર્શાવે છે.

બોક્સ ઓફિસ રિપોર્ટ કાર્ડ (દિવસ ૧)
- કુલ ભારતીય ગ્રોસ કલેક્શન: ₹૧૮.૯૦ કરોડ
- ચોખ્ખું સ્થાનિક કલેક્શન (Net Domestic): ₹૧૫.૭૫ કરોડ
- વૈશ્વિક કમાણી (World Wide): ₹૨૩.૯૦ કરોડ
- કુલ શો: ૧૨,૩૮૬
સૂર્યવંશી પછીની સૌથી મોટી ઓપનર, પણ ‘સ્ત્રી ૨’ અને ‘ભૂલ ભુલૈયા’ થી પાછળ
અક્ષય કુમાર માટે આ ફિલ્મ એક આશાનું કિરણ સાબિત થઈ છે. વર્ષ ૨૦૨૧ માં આવેલી ‘સૂર્યવંશી’ (₹૨૬.૨૯ કરોડ) પછી આ તેની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની છે. જોકે, અન્ય હોરર-કોમેડી ફિલ્મો સાથે સરખામણી કરીએ તો ‘ભૂત બાંગ્લા’ થોડી પાછળ દેખાય છે:
- સ્ત્રી ૨: ₹૫૧.૮ કરોડ (પહેલો દિવસ)
- ભૂલ ભુલૈયા ૩: ₹૩૫.૫ કરોડ (પહેલો દિવસ)
- થમ્મા: ₹૨૪ કરોડ (પહેલો દિવસ)
- હાઉસફુલ ૫: ₹૨૪ કરોડ (પહેલો દિવસ)

રણવીર સિંહની ‘ધુરંધર ૨’ સાથે ટક્કર
બોક્સ ઓફિસ પર હજુ પણ રણવીર સિંહની સ્પાય થ્રિલર ‘ધુરંધર ૨’ નો દબદબો છે. રિલીઝના ૩૦મા દિવસે પણ આ ફિલ્મે ૨.૭૦ કરોડની કમાણી કરી છે, જેનો કુલ આંકડો ૧,૧૦૦ કરોડને પાર કરી ગયો છે. આવી મજબૂત સ્પર્ધા વચ્ચે અક્ષય કુમારની ફિલ્મ માટે વીકેન્ડમાં ટકી રહેવું પડકારજનક રહેશે.

શું ખાસ છે ‘ભૂત બાંગ્લા’ માં ?
પ્રિયદર્શન અને અક્ષય કુમારની જોડીએ અગાઉ ‘હેરા ફેરી’, ‘ભૂલ ભુલૈયા’ અને ‘ગરમ મસાલા’ જેવી આઈકોનિક ફિલ્મો આપી છે. આ ફિલ્મમાં અક્ષયની સાથે વામિકા ગબ્બી, તબ્બુ, રાજપાલ યાદવ અને જીશુ સેનગુપ્તા જેવા દિગ્ગજ કલાકારો છે. ફિલ્મનું નિર્માણ એકતા કપૂરની બાલાજી મોશન પિક્ચર્સ દ્વારા કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : આદિપુરુષ થી કેટલી અલગ છે નવી રામાયણ ?
આ પણ વાંચો : ચિરૈયા રિવ્યૂ: શું લગ્ન પછી પત્નીની સંમતિનો કોઈ અર્થ નથી ?
આ પણ વાંચો : વરુણ ધવનની ‘સની સંસ્કાર કી તુલસી કુમારી’નો બોક્સ ઓફિસ પર સંઘર્ષ : ક્ષમતા કરતાં ઓછું પ્રદર્શન


