નવી સાલની ઉજવણીને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉમટી પડશે તે ગણતરીથી, શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિકે ટ્રાફિક માટે ખાસ વ્યવસ્થા જાહેર કરી છે. 31 ડિસેમ્બર સાંજે થી 1 જાન્યુઆરીની વહેલી સવાર સુધી કેટલીક માર્ગોએ વાહન પ્રતિબંધ અને ડાયવર્ઝનનો અમલ થશે.
સી.જી. રોડ પર ટ્રાફિક રોક – ‘નો વાહન ઝોન’
📍31 ડિસેમ્બર, સાંજે 6:00 થી
📍1 જાન્યુઆરી, સવારે 3:00 સુધી
સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધીનો રસ્તો સામાન્ય વાહનચાલકો માટે બંધ રહેશે. પાર્કિંગ પર પણ પ્રતિબંધ લાગુ રહેશે અને રાત્રે 8 પછી પૂર્ણ અવરજવર રોકી દેવામાં આવશે.
વૈકલ્પિક માર્ગ:
મીઠાખાળી સર્કલ – ગિરીશ કોલ્ડ ડ્રિંક્સ – સેન્ટ ઝેવિયર્સ રોડ – નવરંગપુરા – કોમર્સ છ રસ્તા
સિંધુ ભવન રોડ પર નિયંત્રણ
📍31 ડિસેમ્બર, રાત્રે 8:00 થી
📍1 જાન્યુઆરી, સવારે 3:00 સુધી
જાજરમાનથી તાજ સ્કાયલાઇન સુધીનો રસ્તો બંને દિશામાં બંધ રહેશે.
વાહનો માટે ડાયવર્ઝન:
જાજરમાન ચાર રસ્તા → ઉમિયા ટ્રેડર્સ → તાજ સ્કાયલાઇન
આંબલી ઓવરબ્રિજ → શિલજ સર્કલ
SG હાઇવે: નિયંત્રણ અને પરમિશન
- ભારે અને માલવાહક વાહનોને શહેરમાં પ્રવેશ નહિ
- SG હાઇવે પર માત્ર પરમિટ સાથેના પેસેન્જર વાહનોને જ મંજૂરી
- અન્ય વાહનો માટે એસ.પી. રિંગ રોડનો ઉપયોગ સૂચિત
પાર્કિંગ પ્રતિબંધ
પકવાન ચાર રસ્તા થી સાણંદ ચોકડી અને
નેહરૂનગર થી શિવરંજની – ઇસ્કોન ચાર રસ્તા સુધી
સર્વિસ રોડ પર પાર્કિંગ સંપૂર્ણ પ્રતિબંધિત રહેશે.
અપવાદ & કાર્યવાહી
- એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને સરકારી ફરજ પરનાં વાહનોને છૂટ
- નિયમ તોડનાર સામે BNS અને ગુજરાત પોલીસ ઍક્ટ અનુસાર પગલા લેવાશે
પોલીસની અપીલ
- મુસાફરીનું આયોજન સમયસર કરો
- ભીડભર્યા વિસ્તારોમાં અનાવશ્યક વાહન ન લાવો
- સુરક્ષિત અને શાંતિપૂર્ણ ઉજવણી કરો




