CrimeWorld

રશિયામાં જનરલની હત્યા કરનારા કાર બોમ્બ હુમલાના શંકાસ્પદની ધરપકડ

રશિયાના ફેડરલ સિક્યોરિટી સર્વિસ પ્રમાણે આ હુમલો યુક્રેનથી છોડવામાં આવેલો રિમોટ-કંટ્રોલ કાર બોમ્બ હતો

રશિયાના ફેડરલ સિક્યોરિટી સર્વિસ દ્વારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને દાવો કરવામાં આવ્યો છે કે, મૉસ્કો પાસે અમારા એક વરિષ્ઠ સૈન્ય અધિકારીની હત્યામાં આ વ્યક્તિ સામેલ હતો.

આ સમગ્ર ઘટના અંગે મીડિયા સૂત્રો થકી મળતી માહિતી મુજબ, કારમાં વિસ્ફોટક ઉપકરણ ભરીને પાર્ક કરવામાં આવી હતી. જેવા મેજર જનરલ યારોસ્લાવ મોસ્કાલિક ઘરથી બહાર નીકળ્યા, વિસ્ફોટકને યુક્રેનથી રિમોટ દ્વારા એક્ટિવ કરી દેવામાં આવ્યું. જ્યારે તે કારમાં સવાર હતાં, બોમ્બ ફાટ્યો અને કારના ચીથરા ઉડી ગયાં. મોસ્કાલિક રશિયન જનરલ સ્ટાફના મુખ્ય કામગીરી નિર્દેશાલયના ડેપ્યુટી ચીફ હતા.આ ભયાનક વિસ્ફોટમાં જનરલ મોસ્કાલિકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. ઘટના બાલાશિખા વિસ્તારમાં બની હતી, જે મૉસ્કોના બહારના ભાગમાં સ્થિત છે. 

રશિયામાં ધરપકડ કરાયેલી વ્યક્તિની ઓળખ ઇગ્નાટ કુઝિન (41) તરીકે થઈ છે, જેને રશિયાએ યુક્રેનના ગુપ્તચર એજન્સીનો કથિત એજન્ટ ગણાવ્યો છે. કુઝિનની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જોકે, યુક્રેન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે નથી આવી. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button