ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા લશ્કરી સંઘર્ષને કારણે IPL 2025 એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે. આ નિર્ણય શુક્રવારે લેવામાં આવ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચેની મેચ શુક્રવારે જ રમાવવાની હતી. પરંતુ મેચ પહેલા જ IPL બંધ કરી દેવામાં આવી હતી. આ પહેલા ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ પણ રદ કરવામાં આવી હતી.
હવે સનરાઇઝર્સ હૈદરાબાદ ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે કે SRH vs KKR વચ્ચેની મેચની ટિકિટો પરત કરવામાં આવશે. ટિકિટ રિફંડ અંગે વધુ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે. IPL 2025 ની ફાઇનલ મેચ 25 મે ના રોજ કોલકાતાના મેદાન પર રમવાની હતી. બોર્ડ બાકીની ૧૬ મેચ (૧૨ લીગ અને ચાર નોકઆઉટ) સમયસર યોજવાનો પ્રયાસ કરશે.
𝐔𝐏𝐃𝐀𝐓𝐄:
— SunRisers Hyderabad (@SunRisers) May 9, 2025
In light of the current situation, #TATAIPL2025 has been suspended with immediate effect. Ticket refund details will be communicated shortly. pic.twitter.com/Gw2Qs3FZG0
IPLનું નવું શેડ્યૂલ એક અઠવાડિયા પછી જાહેર થઈ શકે છે
બીસીસીઆઈએ કહ્યું કે જ્યારે દેશ આતંકવાદી હુમલાઓનો જવાબ આપી રહ્યો છે અને સરહદ પારથી ગેરવાજબી આક્રમણનો સામનો કરી રહ્યો છે, ત્યારે રાષ્ટ્રીય હિત ખૂબ જ મહત્વપૂર્ણ છે. બીસીસીઆઈ દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે આઈપીએલની બાકીની મેચોને તાત્કાલિક અસરથી એક અઠવાડિયા માટે મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા એવા અહેવાલ હતા કે IPL અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે નવા કાર્યક્રમો અને ટુર્નામેન્ટના આયોજન અંગેની માહિતી યોગ્ય સમયે આપવામાં આવશે.
IPL 2025 મેગા ઓક્શનમાં 10 ટીમોએ કુલ 62 ખેલાડીઓ ખરીદ્યા હતા.
૨૨ એપ્રિલના પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા હતા. પહેલગામ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. જમ્મુમાં હવાઈ હુમલાના એલાર્મ અને વિસ્ફોટ જેવા અવાજોના અહેવાલો વચ્ચે, ગુરુવારે ભારતના અનેક જિલ્લાઓમાં, જેમાં પંજાબના પઠાણકોટ, અમૃતસર, જલંધર, હોશિયારપુર, મોહાલી અને ચંદીગઢનો સમાવેશ થાય છે, બ્લેકઆઉટ લાદવામાં આવ્યો હતો. લશ્કરી મુકાબલાથી વિદેશી ખેલાડીઓમાં ઘણી ચિંતા ફેલાઈ છે અને તેઓ આગામી થોડા દિવસોમાં પાછા ફરશે. ગયા વર્ષે, 10 ફ્રેન્ચાઇઝીઓએ મેગા હરાજીમાં 62 વિદેશી ખેલાડીઓ પર કરાર કર્યા હતા.


