Entertainment

સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરીત્ર પર પ્રથમ વખત ગુજરાતી ફિલ્મ મેન ઓફ સ્ટીલ : સરદાર રીલીઝ માટે તૈયાર

સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરીત્ર પર પ્રથમ વખત ગુજરાતી ફિલ્મ

મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ આ બન્ને મહાન વિભૂતિઓ ગુજરાતની આગવી ઓળખ છે. ગુજરાતમાં જ વિશ્ર્વ ની સૌથી ઉંચી ( ૧૮૨ મીટર ) સરદાર સાહેબની પ્રતિમા આજે વૈશ્ર્વિક આકર્ષણનું કેન્દ્ર બની ચુકી છે.

સોમનાથ જીર્ણોદ્ધાર, જુનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દેવાના તત્કાલીન નવાબના નિર્ણય સામે જુનાગઢ ને બચાવવાથી શરૂ કરીને ભારત દેશને આઝાદી અપાવવામાં સરદાર વલ્લભભાઈ પટેલ નો ખુબ મોટો ફાળો છે.

નવી પેઢી સરદાર સાહેબને વધુ જાણે તે હેતુથી ઉપરોક્ત તમામ વાતોને સુંદર અને રસપ્રદ રીતે સાંકળી મેન ઓફ સ્ટીલ : સરદાર શિર્ષક હેઠળ પહેલી જ વખત એક મજબૂત ગુજરાતી ફિલ્મ આગામી સપ્ટેમ્બર મહીનામાં રીલીઝ માટે તૈયાર છે.

આ ફિલ્મ નું ટીઝર અને ટ્રેલર પણ ખુબ જ ટુંક સમય માં રીલીઝ થનાર છે. રંગભૂમિ, ટેલીવિઝન અને ફિલ્મોના જાણીતા લેખક – દિગ્દર્શક મીહીર ભૂતા એ જ આ ફિલ્મ ના લેખન અને દિગ્દર્શનની બેવડી જવાબદારી ખુબ સુંદર રીતે નિભાવી છે. આ ફિલ્મ ના નિર્માતા છે મયુર કે. બારોટ..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button