World

ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે 15 મિનિટની બેઠક યોજાઇ

Donald Trump and Zelensky's first meeting in Rome after the White House

રોમ, આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં વોશિંગ્ટન ખાતે વ્હાઇટ હાઉસમાં બે રાષ્ટ્રપ્રમુખ વચ્ચે ચર્ચા દરમિયાન થયેલા વિવાદ બાદ બન્ને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હતી. ઈટાલીના પાટનગર રોમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે 15 મિનિટની બેઠક યોજાઇ હતી. માનવામાં આવી રહ્યું છે કે બંને નેતાઓ વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવવા અંગે ચર્ચા થઈ હશે. 

મહત્વનું છે કે, આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી અમેરિકાના પ્રવાસે હતા ત્યારે વ્હાઇટ હાઉસમાં મીડિયાની હાજરીમાં જ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે તુ તુ મેં મેં થઈ હતી. અમેરિકાએ યુક્રેનની ઝાટકણી કાઢતા યુરોપના અનેક દેશો પણ નારાજ થયા હતા અને નાટોની ઈમરજન્સી બેઠક પણ યોજાઇ હતી. 

ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં પ્રવાસીઓ પર થયેલ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. એવામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદી હુમલાની નિંદાની સાથે આશા વ્યક્ત કરી છે કે ભારત અને પાકિસ્તાન પોતાની રીતે આ મુદ્દાનો ઉકેલ લાવશે. તેમણે કહ્યું છે, કે ‘આતંકવાદી હુમલો અત્યંત ખતરનાક હતો, કાશ્મીરમાં એક હજારથી પણ વધુ વર્ષથી સંઘર્ષ ચાલી રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ તણાવ છે, પણ આ તણાવ તો હંમેશાથી રહ્યો છું. બંને પોતાના સ્તર પર ઉકેલ લાવશે.’

આ પણ વાંચો: જો તમારી આવક પર વધુ TDS કટ થઈ રહ્યો છે તો ચિંતા ન કરતાં બસ આ સ્ટેપ્સને ફોલો કરી લો

આ પણ વાંચો: Pollution ઓછું કરવા માટે Railwayની શાનદાર યોજના

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button