મધ્યપ્રદેશના બે મહત્ત્વના શહેરો ભોપાલ અને ઈન્દોરમાં હવે હેલ્મેટ વગર ટૂ વ્હીલર ચલાવનારાઓને પેટ્રોલ નહીં મળે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લીધો મહત્વપૂર્ણ નિર્ણય, જે મુજબ કોઈપણ પેટ્રોલ પંપ પર હેલ્મેટ વગરના ચાલકોને પેટ્રોલ પૂરુ પાડવામાં નહીં આવે.
શું છે નવો નિયમ?
- હેલ્મેટ વગર પેટ્રોલ નહીં
- બધા પેટ્રોલ પંપને આદેશ અપાયા છે
- માર્ગ સલામતી અને નિયમોની પાલન માટે કડક પગલાં
- આદેશ ભંગ કરતા પંપો સામે કાર્યવાહી થશે
નક્કી લક્ષ્યાંક
આ પગલાનું મુખ્ય ઉદ્દેશ રોડ અકસ્માતો ઘટાડવો અને લોકોમાં ટ્રાફિક જાગૃતિ લાવવી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન વધ્યું છે, જેને અટકાવવા આ ચળવળ શરૂ કરવામાં આવી છે.
લોકો માટે શું ફાયદો?
- જીવ બચાવશે હેલ્મેટ
- અકસ્માતમાં ગંભીર ઈજાના કેસ ઘટશે
- પરિવારમાં સુરક્ષા વિશે જાગૃતિ વધશે
અન્ય શહેરોમાં પણ લાગૂ થઈ શકે!
જો આ યોજના સફળ રહેશે, તો અન્ય શહેરો પણ આ મોડેલ અપનાવશે. સુરક્ષા માટે હવે સરકાર વધુ સક્રિય બની છે.
આ પણ વાંચો : ૨૫% ટેરિફનો ફટકો! ટ્રમ્પના નિર્ણયથી ભારતમાં કઈ વસ્તુઓ મોંઘી થશે અને કઈ સસ્તી થશે? વિગતવાર જાણો



