પ્રસિદ્ધ ગાયિકા અને સંગીતકાર ધરા શાહ દ્વારા રજૂ કરાયેલ “જય આદ્યાશક્તિ આરતી” હવે તેમના ઓફિશિયલ YouTube ચેનલ પર ઉપલબ્ધ છે. આ આરતી માત્ર એક સંગીત કૃતિ નહીં, પણ એક ભક્તિભર્યું આધ્યાત્મિક અનુભવ છે – જેમાં માતાજીની શક્તિ અને ભક્તિનું પવિત્ર સુમેળ દર્શાવવામાં આવ્યો છે.તુલસી પ્રોડક્શનના બેનર હેઠળ નિર્માતા સ્મિત પટેલ અને સહ-નિર્માતા તથા મુખ્ય ગાયિકા તરીકે ધરા શાહ આ ભક્તિસભર કૃતિ લઈને આવ્યા છે. તેમના મીઠા અને શ્રદ્ધાભર્યા અવાજમાં ભક્તિની ઊંડાણ, લાગણી અને ભાવના એટલી શક્તિશાળી છે કે આરતી શ્રોતાના અંતરમાં ઊતરી જાય છે.આરતીનું સંગીત રિશી મુનિ દ્વારા એરેન્જ થયું છે અને રાકેશ મુનજારિયા દ્વારા મિક્સિંગ-માસ્ટરિંગ કરવામાં આવ્યું છે. લાઈવ પર્કશન (તબલા, ઢોલ, પખવાજ, ડફ) રૂપક દેસાઈ દ્વારા ભવ્ય રીતે રજૂ કરવામાં આવ્યું છે, જ્યારે ડી.કે. દ્વારા વગાડાયેલી શહનાઈ અને બંસરી આરતીમાં ભક્તિમય ઝલક ઉમેરે છે. કોરસમાં અક્ષત શાહ, જય ટેલર, બરખા દેસાઈ અને નિધી ઇચ્છાપોરિયાનો વિશિષ્ટ સહયોગ જોવા મળે છે.વિડિયોના દિગ્દર્શક પ્રણવ જેઠવા (JP) અને DOP ચિરાગ કાચારિયા છે, જેમણે આ સંપૂર્ણ મ્યૂઝિકલ પ્રોજેક્ટને દૃશ્યરૂપે ભવ્ય બનાવ્યો છે. એડિટિંગ આશિષ હિરપરા અને આર્ટ વર્ક માનવ રાઠોડ દ્વારા કરાયું છે, જે દરેક શોટમાં ભક્તિ અને શાંતિનો અનુભવ કરાવે છે.વિડિયોમાં ધરા શાહ માત્ર એક ગાયિકા નથી – તેઓ માતાજીના શક્તિરૂપનો એક જીવંત પ્રતિક બને છે. તેમના અભિનય, અભિવ્યક્તિ અને હાવભાવ દર્શકને આત્મિક રીતે જોડે છે અને આરતીને એક દિવ્ય અનુભૂતિમાં બદલી દે છે.📌 અવશ્ય જુઓ – ભક્તિ અને શક્તિના સંગમરૂપ ‘જય આદ્યાશક્તિ આરતી’:🔗
1 minute read




