ડી’દાસ પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત અને ધરા શાહ YouTube ચેનલ પર રિલીઝ કરવામા આવેલ ધરા શાહ નું ભક્તિભર્યું એક સુંદર કવર વર્ઝન ભજન “મૈં બૈરાગન” પોતાના શુદ્ધ અને ભાવસભર અવાજથી ભજનને નવા સ્વરૂપમાં જીવંત બનાવે છે. ધરા શાહના અવાજમાં ભજનને જે સંવેદનશીલતા અને શાંતિ મળે છે, તે એક આધ્યાત્મિક અનુભૂતિ છે. ધીમા સ્વરોમાં રજૂ થયેલું ગીત એકાંત અને વૈરાગ્યની લાગણીમાં ભીની રહેલી આત્માની અંદરની ઊંડી વાત કરે છે. આ કવરનું મિક્સિંગ અને માસ્ટરિંગ ઋષિ મુનિ દ્વારા કરવામાં આવ્યું છે, વિડિયો શૂટ વત્સલ ટેલરે કર્યું છે, જેમણે ભક્તિમય માહોલને સુંદર રીતે કૅમેરામાં કેદ કર્યો છે.”
ગાયિકા ધરા શાહનું ભજન “મૈં બૈરાગન” સંગીતપ્રેમીઓના દિલમાં એક ખાસ જગ્યા બનાવી રહ્યું છે. ભજનની ભાવના, શાંતિ અને ભક્તિ આ કવર સોંગમાં ખૂબ સુંદર રીતે વ્યક્ત થાય છે. ધરા શાહના મીઠા અને શાંત અવાજમાં ગાયેલું “મૈં બૈરાગન” સાંભળતાંજ મન ભક્તિમાં લીન થઈ જાય છે. તેમણે આ ગીત ખૂબ નમ્રતા અને શ્રદ્ધાથી ગાયું છે, જે દરેક શ્રોતાના દિલને સ્પર્શી જાય છે.
“મૈં બૈરાગન” એક પરંપરાગત ભક્તિભર્યું ભજન છે, જેને શ્રી ઈન્દ્રેશ ઉપાધ્યાયજીના મધુર અવાજ અને સંવેદનશીલ સંગીત સાથે રજૂ કરવામાં આવ્યું હતું. આ ભજનનું સાહિત્ય 1979માં આવેલી ફિલ્મ ‘મીરા’માંથી પ્રેરિત છે, જે મીરાંબાઈના વૈરાગ્ય અને ભક્તિભાવને વ્યક્ત કરે છે. ભજનની સંગીત વ્યવસ્થા ભાગિરથ ભટ્ટ અને મીર દેસાઈ દ્વારા કરવામાં આવી હતી, જેમણે ભજનના ભાવને ઉજાગર કરતા સાવધ અને ભાવસભર સંગીત આપ્યું હતું.
વિડિયો શાંત અને પ્રકૃતિથી ભરેલા સ્થળએ શૂટ કરવામાં આવ્યો છે, જેમાં મુખ્યત્વે સરોવર નજીકના મૌન અને મનોહર દ્રશ્યો ભજનની ભાવનાને વધુ ઊંડાઈ આપે છે. મંદિર જેવી પાવન જગ્યા અને પ્રાકૃતિક વાતાવરણમાં ધરા શાહના ભાવભીનાં અભિનયે ભજનને જીવંત અને સ્પર્શક બનાવ્યું છે.તેમના અભિવ્યક્ત ભાવો અને આધ્યાત્મિક રજૂઆત સમગ્ર વિડિયોને ભક્તિસભર દૃશ્યાનુભૂતિમાં ફેરવી દે છે, જે દર્શકોના મનમાં શાંતિ અને શ્રદ્ધાનો અનુભવ કરાવે છે.
“મૈં બૈરાગન” ધરા શાહની ભાવનાઓથી ભરેલું એક સુંદર ભજન છે. એ માત્ર સંગીત નથી એ ભક્તિ છે, આરાધના છે, અને આત્માની શાંતિ છે. તેમના અવાજમાં એક અદભુત શાંતિ છે જે દરેક શ્રોતાને સ્પર્શે છે.




