India

સુપ્રીમ કોર્ટે બુધવારે પહલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી, પીડિતોની યાદમાં એક મિનિટનું મૌન પાળ્યું હતું

દેશની સર્વોચ્ચ અદાલતમાં જોવા મળ્યું ઐતિહાશિક ક્ષણ

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલામાં 26 જેટલા નિર્દોષ લોકોના મોત થયા હતા. આ ઘટનાને બાદ દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે બુધવારે પહલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી અને પીડિતોની યાદમાં એક મિનિટનું મૌન પાળ્યું હતું. બરાબર 2:00 વાગ્યે, દેશની રાજધાનીમાં સુપ્રીમ કોર્ટ પરિસરમાં સાયરન વાગવા લાગ્યા. ન્યાયાધીશ, વકીલો, અરજદારો અને કોર્ટ સ્ટાફે સાથે ઉભા રહીને બે મિનિટનું મૌન પાળ્યું. આ પહેલી વાર હતું જ્યારે ભારતની સર્વોચ્ચ અદાલતે આતંકવાદી કૃત્ય પર સામૂહિક અને ઔપચારિક પ્રતિક્રિયા આપી હોય.

આ બાબતે વરિષ્ઠ કોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પહેલ જસ્ટિસ ભૂષણ આર ગવઈ દ્વારા કરવામાં આવી હતી, જેઓ સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે અને મુખ્ય ન્યાયાધીશ બનવાના દાવેદાર છે. તેમણે આ સંદર્ભમાં ન્યાયાધીશ સૂર્યકાંતની સલાહ લીધી. 

ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ ખન્ના બુધવારે દેશની બહાર હતા. પહલગામ ઘટનાના  ફૂટેજ અને ફોટોઝની સમીક્ષા કર્યા પછી, વરિષ્ઠ ન્યાયાધીશોએ લંચ બ્રેક દરમિયાન ઈમરજન્સી કન્સલ્ટેશનનું આયોજન કર્યું હતું. 

બપોરે 1:45 વાગ્યા સુધીમાં, સુપ્રીમ કોર્ટમાં હાજર બધા ન્યાયાધીશો ભેગા થઈ ગયા હતા અને એક ઠરાવ તૈયાર કરીને તેને અપનાવવામાં આવ્યો. જેમાં બપોરે 2:00 વાગ્યે, પ્રોટોકોલનું પાલન કરીને, સાયરન વગાડવામાં આવ્યું અને મૌન પાળવામાં આવ્યું.

એક નિવેદનમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘ભારતના મુકુટ રત્ન, કાશ્મીરના કુદરતી સૌંદર્યનો આનંદ માણવા આવેલા પ્રવાસીઓ પર હુમલો નિઃશંકપણે માનવતાના મૂલ્યો અને જીવનની પવિત્રતાનું અપમાન છે અને આ કોર્ટ તેની સખત નિંદા કરે છે.’

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના આ પગલા બાદ દિલ્હી, મુંબઈ, ગુજરાત અને જમ્મુ અને કાશ્મીર-લદ્દાખની હાઈકોર્ટે પણ આ હુમલાની નિંદા કરી હતી. તેમજ એકતા દર્શાવતા મૌન પાડ્યું હતું. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) ના 300 થી વધુ સભ્યો પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે કોર્ટના સેન્ટ્રલ લોન પર એક સાથે ભેગા થયા હતા. આ એક ઐતિહાશિક ક્ષણ હતી.

પરંપરાગત રીતે, કોર્ટ દર વર્ષે 30 જાન્યુઆરીએ સવારે 11:00 વાગ્યે મહાત્મા ગાંધીની હત્યાની યાદમાં બે મિનિટનું મૌન પાળે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button