પ્રયાગરાજ મહાકુંભથી પ્રખ્યાત થયેલા IIT બાબા અભય સિંહ સતત હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં નોઈડાની એક ચેનલ પર બાબાને લઈને ભારે હોબાળો થયો હતો. બાબાની જયપુરમાં પોલીસે અટકાયત કરી હતી અને હવે તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. શિપ્રા પથ પોલીસ સ્ટેશન જયપુરના રિદ્ધિ સિદ્ધિ પાર્ક સ્થિત ક્લાસિક હોટેલમાં પહોંચી અને બાબા પાસેથી ગાંજો મળી આવ્યા બાદ તેની અટકાયત કરી. બાબા અભય સિંહે સોશિયલ મીડિયા પર આત્મહત્યાની ધમકી આપી હતી. પોલીસ હાલ આ મામલાની તપાસ કરી રહી છે.
IITian બાબા અભય સિંહ પ્રયાગરાજ મહાકુંભથી પ્રખ્યાત થયા. મહાકુંભમાં પોતાના નિવેદનો અને પ્રવૃત્તિઓને કારણે બાબા સતત ચર્ચામાં રહ્યા. મહાકુંભ દરમિયાન બાબા થોડા દિવસો સુધી ગુમ રહ્યા અને તેમને કુંભમાં લાવનારા અખાડાએ તેમને ડ્રગ્સનો બંધાણી જાહેર કર્યા. મેચ અંગે બાબાની તાજેતરની આગાહી પણ ખોટી સાબિત થઈ. બાબા અભય સિંહ પોતાના ઘણા નામ કહે છે અને ક્યારેક પોતે પણ પોતાને ભગવાન કહેવા લાગે છે. અભય સિંહને ઘણી વખત ડ્રગ્સનું સેવન કરતા પણ જોવામાં આવ્યા છે. ઘણા લોકો કહે છે કે તેની માનસિક સ્થિતિ સારી નથી.
બાબા અભય સિંહ હરિયાણાના ઝજ્જર જિલ્લાના વતની છે. તેમના પિતા વકીલ છે અને ઝજ્જર કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. તેના પિતા કરણ ગ્રેવાલના જણાવ્યા મુજબ, અભય સિંહ બાળપણથી જ અભ્યાસમાં સારો હતો. અભય સિંહે દિલ્હીથી IIT પરીક્ષા માટે કોચિંગ લીધું અને IIT મુંબઈમાંથી કોર્ષ કર્યો. અભય સિંહ ગ્રેવાલે માસ્ટર્સ ઓફ ડિઝાઇનિંગનો કોર્સ પણ કર્યો હતો. આ પછી, તેમણે દિલ્હી અને કેનેડામાં ઘણી પ્રતિષ્ઠિત કંપનીઓમાં પણ કામ કર્યું. જ્યારે તેઓ કેનેડા છોડીને ભારત પાછા ફર્યા, ત્યારે તેઓ આધ્યાત્મિકતા તરફ વળ્યા અને ઘણા ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી.
મીડિયા સાથે વાત કરતા, તેમના પિતા કરણ ગ્રેવાલે કહ્યું હતું કે તેઓ અને તેમનો આખો પરિવાર ઇચ્છે છે કે અભય સિંહ ઘરે પાછો આવે. તેમનું એવું પણ માનવું છે કે બાબા બન્યા પછી, અભય સિંહ માટે તેમના પરિવાર પાસે પાછા ફરવું શક્ય નહીં બને.
1 minute read




