અમદાવાદ શહેર અન્ન નિયંત્રક શ્રી વિમલ પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા સર્કિટ હાઉસમાં અમદાવાદ શહેર નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં વ્યાજબી ભાવની દુકાનોના ધંધાના સ્થળ બદલવાની દરખાસ્તને કાયમી મંજુરી આપવા બાબત તેમજ વ્યાજબી ભાવની દુકાન મર્જ કરવા બાબતની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ ઉપરાંત બેઠકમાં વ્યાજબી ભાવના દુકાનોના તથા રેશનકાર્ડ ધારકોને રેશન વિતરણ બાબતોની વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી. એન.એફ.એસ.એ હેઠળ વ્યાજબી ભાવની દુકાનો ઉપરથી લાભાર્થીઓને જાન્યુઆરી-૨૦૨૫ના માસમાં પ્રમાણ તથા ભાવની વિગતોની સમીક્ષા અને ડિસેમ્બર-૨૦૨૪ના માસમાં કરેલી આ.ચી.વ વિતરણ સહિતની વિગતવાર સમીક્ષા અને ચર્ચા કરવામાં આવી હતી.
વધુમાં અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માય રેશન એપ્લિકેશન થકી ઘરે બેઠા કે.વાય.સી કેવી રીતે થઈ શકે ? તેની જાગૃતિ લાવવાના પ્રયાસ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. માય રેશન એપ્લીકેશન થકી હાલ મહત્તમ લાભાર્થીઓ કે.વાય.સી કરી શકે છે.આ એપ્લીકેશન વડે લાભાર્થીઓ કે.વાય.સી કર્યા બાદ અધિકારીશ્રી કક્ષાએ તેનુ આખરી વેરીફીકેશન થાય છે.
આ બેઠકમાં અમરાઈવાડીના ધારાસભ્ય શ્રી હસમુખ પટેલ, ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખ શ્રી પ્રહલાદભાઈ મોદી તેમજ પુરવઠા શાખાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા


