India

અમદાવાદ મંડળે વિશ્વ પર્યાવરણ દિવસ” પર પ્લાસ્ટિક પ્રદૂષણ દૂર કરવા માટે વ્યાપક અભિયાન ચલાવ્યું

વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણને હરિયાળું રાખવાનો સંકલ્પ લીધો

પશ્ચિમ રેલવે ના અમદાવાદ ડિવિઝનમાં 22 મે થી 5 જૂન, 2025 સુધી વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું,જેની મુખ્ય થીમ”પ્લાસ્ટિક પ્રદૂષણ ને સમાપ્ત કરો ” આ પહેલ પર્યાવરણીય સ્થિરતા અને તેના પરિચાલનમાં પ્લાસ્ટિક કચરો ઘટાડવા માટે અમદાવાદ ડિવિઝનની નિરંતર પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

આ પખવાડિયા દરમિયાન મંડળ ના વિવિધ સ્ટેશનો, યાર્ડ્સ, શેડ, ફેક્ટરીઓ, કોલોનીઓ વગેરે સ્થળો પર વ્યાપક પ્રવૃત્તિઓ સાથે અનેક જાગરૂકતા અભિયાન ચલાવવામાં આવ્યું. આ અભિયાન ની શરૂઆત 22 મેના રોજ એક જાહેર સભા અને શપથવિધિ સાથે શરૂ થઈ હતી, જ્યાં અધિકારીઓ અને કર્મચારીઓએ પ્લાસ્ટિક પ્રદૂષણનો સક્રિયપણે સામનો કરવા માટે શપથ લીધા હતા.

28 મે થી 5 જૂન 2025 સુધી મંડળ પર વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન, અમદાવાદ, મણિનગર, સાબરમતી, વટવા પાલનપુર, મહેસાણા, ગાંધીધામ, ભુજ, વિરમગામ, સામાખ્યાલી, રાધનપુર, ભીલડી અને અન્ય વિવિધ સ્થળોએ રેલવે કર્મચારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગ થી મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન સ્ટેશનો પર મુસાફરોને એક વાર ઉપયોગ માં આવતી પ્લાસ્ટિક ની બોટલોનો નિકાલ અને સ્ટેશનો પર કચરો ઘટાડવા માટે પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીનોનો ઉપયોગ કરવા માટે શિક્ષિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે ફૂડ સ્ટોલનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આ સિવાય, રેલવે સ્ટેશનો પર સાર્વજનિક જાહેરાતો દ્વારા મુસાફરોને પોતાની બોટલોમાં પાણી ભરવા અને પ્લાસ્ટિક ની બોટલોનો ઉપયોગ મર્યાદિત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઓનબોર્ડ કેટરિંગ સેવાઓને પણ પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અન્ય પહેલોમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિકના વિકલ્પોને પ્રોત્સાહન આપવા માટે શેરી નાટકોનું આયોજન અને કર્મચારીઓ સાથે ઇન્ટરેક્ટિવ જાગૃતિ સત્રોનું આયોજન શામેલ હતું. આ ઉપરાંત, ફૂડ સ્ટોલ વિક્રેતાઓ અને કર્મચારીઓ ને માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણ ને ઘટાડવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા અને વધુ સ્થળોએ સ્વચ્છતા અભિયાન ચાલુ રાખવામાં આવ્યું હતું.

આ પહેલને વિવિધ સ્ટેશનો,રેલવે કોલોનીઓ, વર્કશોપઓ વગેરે પર લાગુ કરવામાં આવી હતી, જેમાં રેલવે કોલોનીઓની જાળવણી, રેલવે પરિસરમાં બગીચાઓ અને ઉદ્યાનો, કચરા વ્યવસ્થાપન અને સમુદાયની ભાગીદારી જેવા મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

આ અભિયાન દરમિયાન મંડળે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું જેમાં રેલ્વે રેલવે સ્ટેશનોની આસપાસના ઉદ્યાનો જાળવવા,રેલવે કોલોનીઓ માં હરિયાળી અને ઉદ્યાનોની જાળવણી માટે વિશેષ અભિયાન નો સમાવેશ થાય છે. પર્યાવરણ જાગૃતિ માટે શેરી નાટકોનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્ટેશનો, ટ્રેક,કોલોનીઓ અને આસપાસના વિસ્તારોમાં સામુદાયિક ભાગીદારી ની સાથે સફાઇ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ‘સતત પર્યાવરણ’ વિષય પર ડ્રૉઇંગ, નિબંધ અને ક્વિઝ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. અન્ય પ્રવૃત્તિઓમાં ટકાઉ પ્રથાઓ અને કચરા વ્યવસ્થાપન અંગે તાલીમ તેમજ રેલ મુસાફરોમાં કાપડ/શણની થેલીઓનું વિતરણ શામેલ હતું. આ ઉપરાંત, વિવિધ સ્ટેશનો પર ડિજિટલ અને પેપરલેસ ટિકિટિંગને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

અમદાવાદ મંડળ આ પહેલ દ્વારા પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્નશીલ છે અને સ્વચ્છ અને હરિયાળા ભવિષ્ય પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને મજબૂત કરી રહ્યું છે .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button