Entertainment

ચિરૈયા રિવ્યૂ: શું લગ્ન પછી પત્નીની સંમતિનો કોઈ અર્થ નથી ? જાણો JioHotstarની આ ચર્ચિત સિરીઝ વિશે

The Powerful Cast of Chiraiya

JioHotstar પર હાલમાં જ રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘ચિરૈયા’ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી રહી છે. ભારતીય સમાજમાં લગ્ન પછી સ્ત્રીની પોતાની કોઈ મરજી કે સંમતિ (Consent) હોય છે કે નહીં? આ સવાલને કેન્દ્રમાં રાખીને આ સિરીઝ એક મજબૂત સામાજિક સંદેશ આપે છે.

વાર્તા એક આદર્શ ગણાતા મધ્યમવર્ગીય પરિવારની છે, જ્યાં ઘરની દીવાલો પાછળ સત્ય કંઈક અલગ જ છે.મેરિટલ રેપ પર ખુલ્લી ચર્ચા: આ સિરીઝ એવા વિષયને સ્પર્શે છે જેના વિશે વાત કરતા આજે પણ લોકો ખચકાય છે. સ્ત્રીના અસ્તિત્વ અને ગરિમાને અહીં સર્વોપરી રાખવામાં આવી છે.

અભિનયનો જાદુ

દિવ્યા દત્તા: એક દબાયેલી સ્ત્રીના મૌન અને વિદ્રોહને દિવ્યાએ અદભૂત રીતે જીવંત કર્યો છે.

સંજય મિશ્રા: નેગેટિવ શેડમાં પણ તેમનો પ્રભાવ જબરદસ્ત છે.

પ્રસન્ના બિષ્ટ: નવી પેઢીના પ્રશ્ન પૂછતા અવાજ તરીકે તે ઉભરી આવે છે.

ખાસિયત :

સ્ત્રી જ્યારે સ્ત્રીનો સાથ આપેસામાન્ય રીતે વહુ-જેઠાણીના ઝઘડા બતાવતા ભારતીય કન્ટેન્ટમાં આ સિરીઝ અલગ પડે છે. અહીં જેઠાણી કમલેશ પોતાની વહુ માટે ઢાલ બનીને ઊભી રહે છે, જે આ વાર્તાનું સૌથી સુંદર પાસું છે.થોડી ખામીઓસિરીઝની ગતિ (Pacing) ક્યાંક ધીમી છે. 6 એપિસોડ હોવા છતાં વાર્તા ખેંચાતી લાગે છે અને કેટલીક જગ્યાએ જૂની ટીવી સિરિયલો જેવું વધુ પડતું મેલોડ્રામા ગંભીરતામાં ઘટાડો કરે છે.

ફાઈનલ વર્ડિક્ટરેટિંગ 3/5 સ્ટાર્સ

જો તમને સામાજિક મુદ્દાઓ અને અર્થસભર સિનેમા જોવું ગમતું હોય, તો ‘ચિરૈયા’ ચોક્કસ જોવી જોઈએ.

વાચકો માટે પ્રશ્ન તમારા મતે, શું લગ્ન સંસ્થામાં પત્નીની સંમતિને પૂરતું મહત્વ આપવામાં આવે છે ?

શું આવી સિરીઝો સમાજની વિચારધારા બદલી શકશે ?

તમારા વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો.

આ પણ વાંચો : આદિપુરુષ થી કેટલી અલગ છે નવી રામાયણ ?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button